જાહેરાત આપો, અને ચાહક કરો,
એમ મહેફિલના મને લાયક કરો.
હું પધારૂં છું તમારા શ્હેરમાં,
રાજકારણથી જગા પાવક કરો.
બે હજાર બાવીસની નવતર પ્રજા,
થઈ જશે ભેગી જરા નાટક કરો.
મોબાઈલ શા લોક સૌ મજબૂર છે,
કે , અસર જેવી પડે વ્યાપક કરો.
નફરતોના શહેરમાં શું નફરતો?
પ્રેમની થોડી ઘણી આવક કરો.
સિદ્દીકભરૂચી