જિંદગી ઢોળાવ પર થોભી ગઈ,
ને ઈચ્છાઓ આભને આંબી ગઈ,
આંખમાં સમણા અધૂરાં છે ઘણા,
જાગરણની રાતપણ લાંબી ગઈ,
ચાંદ જોવા ચાંદ છત પર શું ચડ્યો,
ને અંધારી રાત પણ શોભી ગઈ,
કામ ના આવ્યાનું આ પરિણામ છે,
દેખતાં મુજમાં બધીએ ખુબી ગઈ,
ભેદ છુપાવી બધાયે રાખવા,
તીરથી લંકેશની નાભિ ગઈ,
હિંમતસિંહ ઝાલા