જિંદગી મારા હિસાબો ચેક કર,
ભૂલ જ્યાં દેખાય એને છેક કર,
કેમ દિલ તું છેતરીને જાય છે,
ને ઇરાદો કૈક તો તું નેક કર,
મેં જીવન અર્પણ કર્યું મારું હવે,
પ્રેમનો તું કૈક તો અભિષેક કર,
લાગણી મારી હવે થીજી ગઈ,
પ્રેમનો ક્યારેક તું પણ શેક કર,
ઝેર એકલતાનું કોરી ખાય છે,
બે દિલોને તું હવે તો એક કર,
હિંમતસિંહ ઝાલા