આ કદમ કદમ હવે તો સાથ છે
જિંદગી ખુશીથી માલામાલ છે.
થાય છે બધું આજ ને અત્યારે
વચ્ચે ક્યાંય હવે ક્યાં કાલ છે?
ઉગતાં સૂરજને કાયમ સલામ છે
સફળતા હવે તો સાલોસાલ છે.
મહેનતની અહીં રોજ મીઠાશ છે
થાળીમાં ભલેને રોટલી ને દાલ છે.
ને, ઘર આ દેખાય છે નાનું જરુર
પણ આવકારે અઢળક વ્હાલ છે.