રસ્તા થીજી ગયા હોય ભલેને,
આ ચરણોમાં હજી ગરમી છે.
સફરમાં કાયમ રહેવાનું જાણું,
વિપત્તિઓને હર પળ ખમી છે.
શમણાં આકાશ સુધી લાંબા છે,
છતાં આ જાતને જમીન ગમી છે.
એક ખેલ હોય તોય ભલેને હોય,
જીંદગીની બાજી ખુશીથી રમી છે.
મોત લખાયેલું હોય પળે પળ અહીં,
છતાં શ્વાસે આશે જીંદગી થમી છે.
નિલેશ બગથરિયા