પ્રથમ તો પ્રણયની તલબ જોઈએ,
પછી આ તડપમાં અદબ જોઇએ.
તમે તો સ્વિકારી લીધા સૌ ખુદા,
અમે ચાહીએં જગનો રબ જોઇએ.
મુલાકાત દે કાં તો સ્વાગત તું કર,
રસમ કોઇપણ બેસબબ જોઈએ.
નજરમાંથી કાજળની ચોરી કરે,
ગુનેગારમાં એ કસબ જોઇએ.
મળે ના ધરમ બે,સમજવું અહીં,
ગમેતે વિષયની કલબ જોઇએ.
જરૂરતના હાથો કહે છે મને,
આ રણ છે,ને રણમાં પરબ જોઈએ.
ગઝલ તો જ જીવી શકે ચિત્તમાં,
ગઝલ વાંચવાનીય ઢબ જોઈએ.
નવા આ ઈલાકાના દસ્તૂર છે,
આ નગરી પ્રણાલી મુજબ જોઈએ.