ઘેલી બની દોડ્યા કરું, જો શ્યામ તું આવી મને.
નરસિં બની ગાયા કરું, જો શ્યામ તું આવી રહી.
ઘૂમ્યા કરું, જમનાં તટે, જોયા કરું વન વન તને,
રાધા બની ચાહ્યા કરું, જો શ્યામ તું આવી રહી.
ગોકુળ ફરી, વૃંદાવને, થાળી હવે થોભી રણે,.
ગોપી બની હરખ્યા કરું, જો શ્યામ તું આવી રહી.
આવી રહે, માખણ ધરું, ચાહત ધરી રાહત ભરું,
રુક્મણિ બની છલક્યા કરુ, જો શ્યામ તું આવી રહી.
મોલાત ને રાજે વળી, ભજને ઢળી હું તુજ મહીં,.
મીરાં બની નાચ્યા કરું, જો શ્યામ તું આવી રહી.
જાણી શકી ક્યાં કોકિલા આ લોક કે પરલોક ને?
બંસી બની વાગ્યા કરું, જો શ્યામ તું આવી રહી.