ડાયરીના પાના કોરા કેમ છે?
આંખથી જોયું શું ફોરા કેમ છે?
પ્રાયશ્ચિતે જિંદગી ધોઈ છતાં,
પાપના પણ જોને પોરા કેમ છે?
છે ઘણા મેલા ય ભીતરમાં છતાં,
એ ચહેરે જોને ગોરા કેમ છે?
છે વિશ્વાસું મારી નજર એ છતાં,
ડોકમાં બાંધ્યા ય દોરા કેમ છે?
ઓળખાઈ તો જવાના છે બધા,
તો પહેરી લીધા મહોંરા કેમ છે?
જો હ્ર્દય મારું દુખાવીને હવે
પૂછતાં પણ કેવું છોરા કેમ છે?
હિંમતસિંહ ઝાલા