તને ભૂલી ગયો છું સાવ એવી વાત આવે પણ !
છતાં નક્કી નથી હોતું ગમે ત્યાં યાદ આવે પણ!
મને એ ખ્યાલ છે એથી સ્વયંને સ્થિર રાખું છું;
તપેલો સૂર્ય ડૂબે એ ઘડીથી રાત આવે પણ !
ઉનાં વૈશાખ જેવા વાયરા આંખે વસાવીને;
કરું છું ક્યારનો અટકળ હવે વરસાદ આવે પણ!
જમાનો નામ લઈને યાદ રાખે એટલું કાફી;
ભલે મૃત્યુ પછી બીજું કશું ના સાથ આવે પણ!
‘અગન’ પાછળ ફરીને જોઉં છું બસ એજ આશાથી:
સમય વીત્યો નથી ઝાઝો,હજીયે સાદ આવે પણ
-‘અગન’ રાજ્યગુરુ