તારી હજી પણ મ્હેક આવે છે મને,
સુગંધ હજી પણ છેક આવે છે મને,
હું રાહ જોઈને ઉભો છું એ રસ્તે,
મળવા ફરી એ કૈક આવે છે મને,
ભેટ્યા હતા જ્યાં એકબીજાને કદી,
ક્ષણ તો નજર પ્રત્યેક આવે છે મને,
તારા વિના જીવન જ સંભવ કૈ નથી,
એ ખ્યાલ એકાએક આવે છે મને,
કોશિશ કરી’ જ્યાં ભૂલવાની મેં તને,
ત્યાં યાદ તો અતિરેક આવે છે મને,
હિંમતસિંહ ઝાલા