તારો એવો પ્રભાવ લાવે તું !
રાત પડતાં અભાવ લાવે તું !
આયનાને જ થાય છે ઈર્ષ્યા
બિંબમાં શૂન્ય-ભાવ લાવે તું !
મુક્ત રીતે વહી શકે એવો,
મુજમાં પણ જળ સ્વભાવ લાવે તું!
હું અવિચલ છું ચેતનામાં તો,
પણ અચેતન વિભાવ લાવે તું !
તું અલગ છે ને મૌન પણ મોઘમ,
આંખમાં પ્રેમ-ભાવ લાવે તું !
“વાહ”તારી ગજબ છે રોજેરોજ,
જો, ગઝલનો નિભાવ લાવે તું !
પૂર્ણિમા ભટ્ટ