તારાં દિલના થોડા ગમ મને કહી તો જો,
તું ઘડી બે ઘડી મારા સંગાથમાં રહી તો જો.
હા માનું છું કે, હું તારા ગમ લઈ નહીં શકું!
પરંતુ; તું મળેલાં થોડા ઘાવને સહી તો જો.
ખબર છે મને! જિંદગી વિખરાઈ પડી છે,
જે મળી છે એને એક દિવસ ચાહી તો જો.
તૂટેલાં સપનાંઓ આંખોમાં હજુય રહે છે,
તું મૌન પાછળ છુપાયેલા દર્દને કહી તો જો.
પ્રેમના દરિયામાં તરતી નાનકડી નાવડીમાં,
તું ઝરણાની જેમ મારી સંગાથ વહી તો જો.
જિંદગીની દરેક ક્ષણોમાં સાથે ઉભો રહીશ,
તું પાછળ ફરીને “અર્શ” તરફ અહી તો જો.
અજય ગૌસ્વામી “અર્શ”