તું નકામું થાકવાનું બંધ કર.,
ઘર બરફનું બાંધવાનું બંધ કર.!
શું થયું, કેમ થશે ને ક્યારે થશે.?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.!
મોત ને હશે ગરજ તો આવશે.,
એ દિશામાં તાકવાનું બંધ કર.!
હસ્તરેખા પણ પસીનાથી ચમકશે,
તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર..!!
~ આબિદ ભટ્ટ