તું મિલનનો કૈક તો અણસાર દે,
હું કહું છું ક્યાં પુરો સંસાર દે?
ના સમજ મારું હૃદય છે જો જરા,
પ્રેમનો થોડો જરા તું સાર દે,
છે કમી મારા જીવનમાંયે ઘણી,
લાવને તું પ્રેમ કૈ ઉધાર દે,
ક્યાં ગમે છે એકલું જીવન મને,
જિંદગીને જીવવા આધાર દે,
ના ઉતરવું પ્રેમની આ હોડમાં,
જીતજે તું ને મને બસ હાર દે,
હિંમતસિંહ ઝાલા