ફરી બોલાવશો તોપણ નહીં આવું,
નયન ભીંજાવશો તોપણ નહીં આવું,
અબોલા મેં લઈ લીધા તમારાથી,
તમે રિજાવશો તોપણ નહીં આવું,
રહી છે લાગણી ક્યાં હ્ર્દયમાં કૈ,
નજર મિલાવશો તોપણ નહીં આવું,
ઇશારાની અસર ના કંઈ પણ થાશે,
નજર મીંચાવશો તો પણ નહીં આવું,
રહ્યો છે મ્હેકનો ક્યાં મોહ કાંઈ પણ?
ફૂલો ખીલાવશો તોપણ નહીં આવું,
હિંમતસિંહ ઝાલા