મૌનને સંવાદમાં તબદિલ કરે તો જલ્સો પડે,
આંખથી લઇને હ્રદયથી ફિલ કરે તો જલસો પડે
દિલમાં મારા રણ સમો વિસ્તાર કાયમ વધતો રહે
ત્યા સુંવાંળાં સ્પર્શની તું ઝિલ કરે તો જલસો પડે
નામ મારું કાવ્યમાં તારા હવે દેખાતું નથી
શબ્દ સાથી નામથી તું વિલ કરે તો જલસો પડે
તું મને જ્યારે હવે મળવા કદી આવી જાય તો
એ પછી તારા સમયને કિલ કરે તો જલસો પડે
લાગણી મારી હુ તારા નામથી કરવા માંગું છું
એક સાટાખત ગણીને ડિલ કરે તો જલસો પડે
કાયમી વસવાટ તારા દિલમાં મારે કરવો છે યાર
ખાનગી ભાવે મને ત્યાં સિલ કરે તો જલસો પડે
પોયણીની જાત જેવી આ “મહોતરમાં” છે ઘવલ
ગાલમાં તારા તું કાળૉ તિલ કરે તો જલસો પડે
– નરેશ કે. ડોડીયા