જીવવા ગમતું અગર કારણ મળે.
તો બધાં સપનાં પછી ક્ષણમાં મળે.
જિંદગી જો મૌનવ્રત ધારી બને,
તો બધાં ઉતર પછી પણમાં મળે.
સાવ પત્થર થઈ ગયાં સંબંધ સૌ,
લાગણીનું ક્યાં હવે મારણ મળે?
વાત, વાણી ને વિચારે એક થઈ,
કો’ક એકાદું મનખ જણમાં મળે.
હો હરણ થાકી ને છેલ્લા શ્વાસમાં,
ને અચાનક જળ પછી રણમાં મળે.
દિલીપ ધોળકિયા,”શ્યામ”