દિલ તૂટવાનો ક્યાં હવે અફસોસ છે?
ને આપના માટે મને ક્યાં રોષ છે?
જે સાથ છુટ્યાનો મને પણ રંજ છે,
આ તો નશીબે જે લખ્યા એ દોષ છૅ,
પળમાં પહોંચી જાઉં છું હું નજીક,,
અંતર ભલે છોને હજારો કોસ છે,
પાછી કહાનીને નવી લખવા ચહે,
દિલમાં હજી લાગે ઘણો જોશ છે,
રડવાનું કારણ તો હશે આકાશને
તૂટેલ પર્ણ પર આજ જુઓ ઓસ છે,
હિંમતસિંહ ઝાલા