દિલ મળે,તો જ આસ્થા થઇ જા,
નહિં તો જલ્દીથી બેવફા થઇ જા.
કામ જો હો’ તો ‘હાજરી’ શોભે,
કામ ના હો’તો લાપતા થઇ જા.
“ગાલ” ચમકાવી દે ફરી યુગના,
અમથી રાજી હવે ખુદા થઇ જા.
ટેક્નિકલ યુગમાં નોંધ શું લે જગ,
ભાવકો હો’તો બોધકથા થઇ જા.
રોશની પામે દોસ્ત દુશ્મનથી,
હે મહોબ્બત, તું એ શમા થઇ જા.
હું સ્મરૂં ને પ્રસન્ન તુ થઇ જાય,
કાશ ઓ જૂઠ , ‘ના’નું ‘હા’ થઇ જા.
તો જ ચાહેલું ફળ મળે “સિદ્દીક”,
એ વિષયમાં અગર ફના થઇ જા.
સિદ્દીકભરૂચી.