ઠારશે નહીં અહીં કદીયે પણ,
અંગત તો દિવાસળી ચાંપશે.
બળતરા લખી લ્યો થવાની જ,
આ અંગત તો મીઠું ભભરાવશે.
સૂકાશે નહીં આંખે કદીયે આંસુ
નજીકના ખાલી શમણે આવશે.
સત્યને નથી પચાવતા હૈયે વસેલા
તેથી જ તો એ હવે વાતને ટાળશે.
ને વણ લખ્યું સત્ય થશે સાબિત,
મારા જ હવે તો મને સળગાવશે.
નિલેશ બગથરિયા “નીલ”