દેવ થઈ પૂજાવું ક્યાં પથ્થરના હાથમાં છે ?
ભાર લઈ ડૂબવું ક્યાં પથ્થરના હાથમાં છે ?
ભાવ ભક્તિનું ભાથું તમે બાંધી લેજો,
તારવું કે ડૂબાડવું તો ઈશ્વરના હાથમાં છે.
ખરેખર બહાર શોધતાં તે કદી મળતી નથી,
શાંતિ આપણી અંદર અંતરના હાથમાંછે.
ગમે ત્યારે નથી ગુંજી ઉઠતા શરણાઈના સૂર,
એ આપણો આનંદ અવસરના હાથમાંછે.
લાખ સૂરજ ઉગે આથમે સદા ધરતી ઉપર,
મોતીની ચમક તો સમંદરના હાથમાં છે.
-દિનેશ નાયક “અક્ષર”