દોસ્તી
એટલી વ્હેલાં કઝાથી ના મળો,
ઝાંઝવા છે ઝાંઝવાથી ના મળો.
ચાંદ, તારાના ખુદાને “લવ” કરો,
જે બની બેઠા ખુદાથી ના મળો
હાથ ધોવા ના પડે એ કારણે,
નમ્રતાને પણ ત્વરાથી ના મળો.
બેવફાઈ એક ભલાઈ થઇ ગઈ,
દોસ્ત શીખવે છે વફાથી ના મળો.
વીજળીઓ ભરમાવી રહી છે જુગ્નુઓ,
આજકલ એ આપદાથી ના મળો.
કંઇ હવે શબ્દોના બદલાયા અરથ,
પોઝિટિવ રૈ’ને વફાથી ના મળો.
કોણ સચ્ચાઈને બાઝીને મળે?
ભય કહે છે આઈનાથી ના મળો.
સિદ્દીકભરૂચી.