રસ્તે તમે સામા મળ્યા, ધબકાર હું ચૂકી ગયો
નયનો મળ્યા ત્યાં આપણા, સંસાર હું ભરખી ગયો.
બેઠો હતો હું તો અદાથી ને અહંકારે ભર્યો,
જોયા તમોને કે દયાનો આર હું સમજી ગયો.
સૌંદર્ય આવું કેમ અવતાર્યું હશે ભગવાન એ,
પ્રભુનો હૃદયની ભીતરે આભાર હું રાખી ગયો.
આંખોને મારી ફેરવી ત્યાં તો એ ગાયબ થઈ ગયા,
એના પછી તો જિંદગીનો ખાર હું ચાખી ગયો.
યાદોમાં ઘૂમે છે મહોલ્લો જોને આજે દીપને,
સાચું કહું તો પ્રેમનો પડકાર હું માપી ગયો.
દીપ ગુર્જર