ધબક્તી નસોનાં નશામાં રહું છું,
લથડતો નથી ને મજામાં રહું છું.
મને માપશો કેમ માણસ તરીકે?
તું તારા હું મારા ગજામાં રહું છું.
જરૂરત નથી એકની એટલે તો,
અસર થઇ દુવાની દવામાં રહું છું.
બધા શ્વાસ મારા મહેકી ઉઠ્યાં છે,
ધરાની સુગંધી હવામાં રહું છું.
ફરકતો નિશાની બનીને ગગનમાં,
ઘણા સત્ય સાથે ધજામાં રહું છું.
ડૉ. મનોજકુમાર “પારસ”