નવજાત ગઝલને પ્હેરાવો,મિસરાનાં વાઘા,
શબ્દોની ગળથૂથીમાં ચમચી આપો ભાષા.
એક વાર્તા,એક મિસરામા લખવા જોઈએ શું,
રડતી આંખો, વ્હેતું કાજળ,મ્હેંદી ને થાપા.
અનુભૂતિને આત્માના ચરખે થોડું કાંતિ જુઓ,
પ્હેરાવી શકશો શબ્દોને ખાદીની વાચા.
‘ ગુજલિશ ઘરમાં’ આવી ઝંઝાવાતી ગતિએ ને,
‘ગુજરેજીએ’ કેવા નાખ્યાં કાયમના ધામા?
વર્ષોથી જાગેલી આંખો ઊંઘી ગઇ ત્યારે,
જોઈ છે ‘મા’ને સપનામાં હાલરડાં ગાતાં.
~ રક્ષા