મળવું હો તો આનાકાની નહીં કરવાની,
આમ મહોબત છાનીમાની નહિ કરવાની.
આગનું કારણ ચિનગારીને પૂછી આવો,
ખાલીખોટી વાત હવાની નહીં કરવાની.
તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ તારી,
કોઈ રૂમાલે કોઈ નિશાની નહીં કરવાની.
ગઝલબઝલ તો ભલે લખો પણ મારી માફક,
આખી આ બરબાદ જવાની નહીં કરવાની.
જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું,
મિત્રતામાં પાછી પાની નહીં કરવાની….