જાણું તારી હું બલિહારી,
નારી તું ના હારી બસ.
જન્મી પામી તું ક્યાં યારી?
નારી તું ના હારી બસ.
પુત્ર જનમે સૌ રાજી થાતાં,
જોઈ પુત્રી દૂભી જાતાં..
રોજે ભાળું તુજ નાદારી,
નારી તું ના હારી બસ.
ભેદી ભાતે મોટી થાતી,
તોએ મીઠું હરખાતી..
ભૂલી જાતી તું અલગારી,
નારી તું ના હારી બસ.
ગૌ જેવી દોરી સાસર
વાસે વાળી દીધી તુજને….
જીવ્યે જાતી તું બેધારી,
નારી તું ના હારી બસ.
હસવું છૂટ્યું માવતરે ને,
સંબંધો થઈ હાંફી એ…
રંગે ભાતે ઘર સંવારી,,
નારી તું ના હારી બસ.
બે ઘર એનાં લોકો બોલે,
એકકે એનું ક્યાં થાતું?
વેઠ્યાં કરતી એ લાચારી,
નારી તું ના હારી બસ.
કોયલ મનથી છાનું લડતી,
એ જ્ઞાની તોએ રડતી..
રસમ રિવાજો ની આભારી,
નારી તું ના હારી બસ.