ના મળે દરિયો કશો વાંધો નથી,
ના મળે બળિયો કશો વાંધો નથી,
આપણે છીએ કલમની જાત કૈ,
ના મળે ઠળિયો કશો વાંધો નથી,
આપવીતી લખશું લોહીથી હવે,
ના મળે ખડિયો કશો વાંધો નથી,
આંખ મીંચી લવ પહેલા એ મળે,
ના મળે પરીઓ કશો વાંધો નથી,
છે નજર કાફી ઝખ્મી કરવા હવે
ના મળે છરિયો કશો વાંધો નથી,
હિંમતસિંહ ઝાલા