ઊંચે ગગન ઊડી રહી,
પંખી પણું માણી રહી.
ફફડાવતી પાંખો પછી,
પંખીપણું માણી રહી.
આંખે નવા રંગો ભરી,
ડુંગર તરી, ખીણો ફરી,
ઝરણાં નદી સાગર ફરી,
પંખીપણું માણી રહી.
ટોળે વળી ઝૂમી રહી,
ડાળે વળી ઝૂલી રહી,
મીઠા પણે કૂકી રહી,
પંખીપણું માણી રહી.
જાગી સવારે દોડતાં,
દાણા ચણી ભેગાં કરી,
સાંજે વળી માળે ફરી,
પંખીપણું માણી રહી.
શિશુને મળી ભોળા પણે,
સપના મહીં જીવી રહી,
હું કોકિલા ઊડી રહી,
પંખીપણું માણી રહી.