પડે વરસાદ ને ધરતી લીલીછમ થઈ જાય,
અક્ષર જાણે મહેરબાની હરદમ થઈ જાય.
ઘટા ઘનઘોર બનીને જયારે વરસે ચોગરદમ,
ભીની ભીની માહોલની કેવી દમખમ થઈ જાય !
આંખોમાં છવાઈ છે જ્યાં અજનબી અનમોલ મસ્તી,
લીલી લીલી ધરતી આકાશની હમદમ થઈ જાય.
ખોબલે ખોબલે જાણે પીધી પ્રેમાળ હૈયાની હૂફ,
છલબલ છલબલ આંખો જાણે મોઘમ થઈ જાય.
હૈયે હૈયે મોરના ટહુકા મેઘઘનુના રંગો છે,
આંખોમાં કેવી ટાઢક એક પયગામ થઈ જાય.
-દિનેશ નાયક “અક્ષર”