હું અભણને તો ભણાવું
પણ ભણેલામાં શું વાવું?
રુબરું મળવુ નથી ને !
બોલ તો સપનામાં આવું ?
તું ગઇ છે એ દીવસથી
છે શ્વસનનું આવું જાવું
આપ મુક્તિ તો મરું હું
રોજનું શું આ રીબાવું ?
કોળીયો પણ તું ભરે નૈ
તો ભલા મારે શું ખાવુ ?
કોણ દે ખાતરને પાણી ?
બીજ તો હમણા જ લાવુ
~ ચંદ્રેશ મકવાણા ‘નારાજ’,