પથ્થરોના આ શહેરમાં કાચા મકાન કોણ રાખે છે,
જગ્યા ઓછી ન પડે માટે હવાની આવન જાવન માટે બાલ્કની કોણ રાખે છે..
પોતાનાં ઘર ના કલેહ કંકાસ થી ફુરસત મળે તો સાંભળે,
આજકાલ બીજાની દીવાલ પર કાન કોણ રાખે છે..
પોતેજ પાંખ લગાડી ઉડાવી દે છે ચકલીઓ ને,
આજકલ પક્ષીઓ માં જાન કોણ રાખે છે..
બધી જ વસ્તુઓ મળી રહી છે મારા શહેર માં ઈઝી ઇન્સ્ટોલમેન્ટ પર,
પણ પોતાની નકામી જરૂરતો-ઈચ્છાઓ પર લગામ કોણ રાખે છે..
બનાવી ફોસલાવી ને મૂકી આવે છે વૃદ્ધાશ્રમ માં માં-બાપ ને,
આજકાલ ઘર માં જૂનો સમાન કોણ રાખે છે..
બધાને જ દેખાય છે બીજા માં એક બેઈમાન માણસ,
પોતાની અંદર પરંતુ હવે કોણ ઈમાન રાખે છે..
નકામી વાતો પર બધાંજ કરતાં હોય છે વાહ-વાહ,
સારી વાતો માટે હવે કોણ જુબાન રાખે છે…