અમારા વગર કોઇ કામો પતે નહિં,
જો મૂર્ઝાઇએં તો પ્રસંગો ગમે નહિં.
અમે રાહમાં કરવા સ્વાગત તમારૂ,
ઊભા છીએ કે ક્યારેય તડકો નડે નહિં.
ફળો ફૂલ જેવી શીખો ટેવ અમથી,
તમારા વચન કોઈને પણ દુ:ખે નહિ.
નવા આ નગરમાં છે કોંક્રિટના વ્રુક્ષો,
હવે બારી, દરવાજા ત્યાંયે અમે નહિં.
ટહૂકા, સીસોટી ને કલરવ, ઊગે છે,
અમે ના રહ્યા તો, કોઈ આવશે નહિ.
ઉગાવો અમારી ઘણી જાતિઓને,
કે વરસાદ આવે , તરસ્યું મરે નહિં.
સિદ્દીકભરૂચી.