હૃદયમાં પીડા તો એકધારી ઉપડી છે,
એને મહેલ અને મારે રહેવા ઝુંપડી છે,
પ્રસંગ હતો આજે એના ઘરે આનંદનો,
મારા હૃદયે છવાયો માતમ હર ઘડી છે,
માંગી’તી એની મહોબ્બત ઈબાદત કરીને,
જાણતો નથી કોની બદ્ દુવાઓ નડી છે,
હવે તો હૃદય પણ મારા કહ્યામાં રહ્યું નથી,
જ્યારથી એની નજરથી નજર મળી છે,
નિશાઓને પ્રકાશવા બળ્યો છે “ચિરાગ”,
જાણે છે છતાં એને મારી ક્યાં પડી છે ?