આંકી શકી ના પ્રેમનો અંદાઝ હું જાણી રહો.
ઢાંકી શકી ના એમનો અંદાઝ હું જાણી રહો.
રંગો સજાવી રાહ જોતી ચાહની થોભી રહી…
દાણી શકી ના વ્હેમનો અંદાઝ હુંજાણી રહો.
બંધો સબરનાં તૂટતાં જોયા કરું રોયા કરું…
નાણી શકી ના નેમનો અંદાઝ હું જાણી રહો..
હૈયે જગેલા ભાવ છૂટી ના શકે..ના ખૂટતાં…
બાંધી શકી ના ગેમનો અંદાઝ હું જાણી રહો..
જાગી રહી રાતો બધી ઊજાગરે રોજે છતાં…
સાંધી શકી ના રે’મનો અંદાઝ હું જાણી રહો.
સ્વાર્થી પણું જોયા પછી જૂઠ્ઠી કદી ચાહત થતી?
માપી શકી ના બ્લેમનો અંદાઝ હું જાણી રહો.
આજે હવે શ્ર્વાસો દમી થોભી જવાનાં કોકિલા…
સ્થાપી શકી ના ક્ષેમનો અંદાઝ હું જાણી રહો.