પ્રેમ થયો છે એની આ મજબૂરી છે,
બે નામોની વચ્ચે મીઠી દૂરી છે.
ત્યાંર પછી સૂકા થડ પર કૂંપળ ફૂટી,
જોવાનું શું આંખોની મંજૂરી છે.
શાહે તો ખુશ ખબરી ખાતર વ્હેંચી’તી,
કારખાનામાં એ શાની કસ્તૂરી છે?
ડાળ સમા હોદ્દા પર બેઠા કાગ બધા,
એવા લોકોનાં મોઢામાં પૂરી છે.
એવા પણ હાથોને મળતા જોયા છે,
તસ્બીહ માળા જપતા કરમાં છૂરી છે
સિદ્દીકભરૂચી.