ફાટી ગયેલા ખીસ્સેથી યાદો સરી ગઈ
ભીતર રહેલી કેટલીયે ક્ષણ મરી ગઈ
સમજણની ગાંઠ મારી છે ને એટલે હવે
ઈચ્છાઓ હું હલાલ જ મારી કરી ગઈ
જ્યાં ટેરવાઓ સ્પર્શ વગરના રડ્યા છે ત્યાં
તસ્વીરમાં વગર કીધે રંગો ભરી ગઈ
ગાલિબના શેર જેવી જ છોરી મળી હતી
પીડા કણસતી જોઈને ફૂલો ધરી ગઈ
સંદેહ છે જીવંત છું ને જોઈ લઉં જરા
ટેકો મળ્યો ને પડખું હું મારું ફરી ગઈ..
ખાલીપો ધબ્બો મારીને એવો ગયો છે કે..
કાયમ પછી ઉદાસી હદયમાં ઠરી ગઈ
યશવી