બહુ કીમતી હીરા હતાં વનમાં પડી રહ્યા
સારા વિચારો કઇ રીતે મનમાં પડી રહ્યા
રસ્તો બતાવ્યો ના કદી મેં મન તરફ જતો
થોડા જુના જખ્મો હતાં તનમાં પડી રહ્યા
મેં મોક્ષ આડે આવતી ચીજો ત્યજી દીધી
ધનવાન લોકો જાય ક્યાં? ધનમાં પડી રહ્યા
ઝીંકી દીધો લાફો અમે ગુસ્સો ઊતારવા
એ આધુનિક લોકો હતાં ગનમાં પડી રહ્યા
ક્યાં ચાપલૂસી જીહજૂરી આવડી કદી
સાચા કવિઓ શ્રેષ્ઠ સર્જનમાં પડી રહ્યા
સ્હેજે મચક આપી નથી તારા લગાવને
કૈં કેટલાં આધાત ધડકનમાં પડી રહ્યા
સાગર અધુરું સ્વપ્ન છે કે શેર એ કહો
રાતોની રાતો કેમ ચિંતનમાં પડી રહ્યા
રાકેશ સાગર