ગાગાલગા /4
લાગી નજરને વાળવા,
ધાગો ગળામાં બાંધ તું.
નામી ડગર ને પામવા ,
દાગો કળા માં બાંધ તું.
તારા પણું છોડી રહી,
મારા પણાંને જોડતું…
મારી સબરને માપવા,
રાગો મજા માં બાંધ તું.
તું જ્યાં નથી ત્યાં હું નથી,
રંગો નવે લા પૂર તું,
ચાલી સફર ને માણવા,
ફાગો ગજામાં બાંધ તું.
મજનૂ અને લયલા કદી,
પામી શક્યાં પ્રેમી પણું?
પાકી અસરને ધારવા,
તાગો નકામાં બાંધ તું.
જાણે તને તો કોકિલા,
જાણી રહે એને જ તું…
સાચી કદર ને આંકવા,
લાગો નફામાં બાંધ તું.