બોલવું તલવાર શબ્દો મ્યાન રાખો.
બોલનો છે તોલ એનું ભાન રાખો.
હો ધ્વનિ પણ મંદ્ર સપ્તકનો ભલેને.
બસ જરા મીઠી મધુરી તાન રાખો.
એ બધા પણ હારતોરા લાવવાના.
જાતનું જાતેજ પહેલાં માન રાખો.
હા ભલે આકંઠ પીધો હોય આસવ.
આપવાને દાદ પૂરું ભાન રાખો.
હા અગર એકાગ્રતા ફરતી રહે પણ.
વાતચીતોની દિશામાં કાન રાખો.
ઝાડ સૂક્કું થાય આખું ચેત ‘ રશ્મિ’.
મૂળ સજ્જડ બે જ લીલાં પાન રાખો.
– ડૉ.રમેશ ભટ્ટ’ રશ્મિ’.