જીવતર આ છે ખાલી ભ્રમણા,
તોય છે જુઓ અઢળક શમણાં.
કરી જાય જે અહીં કામ ગરવા,
એ નર ગણાય ચોક્કસ નમણાં.
વાતો કર્ણોપકર્ણ વધતી જ રહે,
ગામ મોઢે થોડા બંધાય ગરણાં.
સમજાવવાનું રહેવા દો માણસને,
ન કરવાના કામ એ કરશે બમણાં.
વિશ્વાસ કરવો તો કેવી રીતે કરવો?
આ માણસ ફૂંકે છે ખોટા બણગાં
નિલેશ બગથરિયા “નીલ”