મનનું કિધેલું હું સદા માનું છું,
દુનિયાને ક્યાં કંઈ હું પિછાણું છું,
ના ઓળખી જાઉં ચહેરો કદી,
મારા હશે એવું જ હું જાણું છું,
નજદીક છે તેઓ મને ઓળખે,
બાકી બધા માટે હું ઉખાણું છું,
કોને ખબર જીવન હશે કે નહીં,
બાકી રહ્યું કંઈક અંશે માણું છું,
સરગમ બની હોઠે રમે છે સદા,
ભુલાય નહિ એવું ય હું ગાણું છું,
હિંમતસિંહ ઝાલા