ક્યાંક તું મળશે ,મને ઉમ્મીદ છે,
તું પરત ફરશે ,મને ઉમ્મીદ છે,
રોજ સળગું છું વિરહમાં કેટલો?
આગ એ ઠરશે, મને ઉમ્મીદ છે,
જિંદગી મ્હેંકી જશે મારી ઘણી,
ફૂલ તું ધરશે મને ઉમ્મીદ છે,
રોજ એકલતા સતાવે છે મને,
ઘર કદી ભરશે મને ઉમ્મીદ છે,
મેં કબુલ્યા છે બધા મારા ગુના,
રહેમ તું કરશે,મને ઉમ્મીદ છે,
હિંમતસિંહ ઝાલા