સાત ઘોડે સૂર્ય ઊગે,
ને પ્રકાશે થાય મળસ્કું.
પૂરબે આવે પ્રભાતે, ને
પ્રકાશે થાય મળસ્કું.
સોન વરણી તેજ પૂંજે,
આભ ગોખે રંગ મૂકે,
આરતી એ શંખ ફૂંકે,
ને પ્રકાશે થાય મળસ્કું.
છૂપતાં ત્યાં ચાંદ તારા,
જાગતું જગતે હરખતાં,
લોક દોટે સ્નેહ નાણે,
ને પ્રકાશે થાય મળસ્કું.
આભમાં ઊડી જ પંખી,
શોધતાં જોતાં ફરે ચણ.
જાગતાં સૌ કોઈ લાંચે,
ને પ્રકાશે થાય મળસ્કું.
કોકિલા જાગી કલરવે,
આહલાદક વાયરાથી,
માણતી કુદરત પ્રભાવે,
ને પ્રકાશે થાય મળસ્કું.