કહી દો મહોબત નથી તો નથી ,
કહી દો કે ચાહત નથી તો નથી,
હતા ઝાંઝવાના તમે નીર સમ,
કહી દો હકીકત નથી તો નથી,
દુઆઓ કબૂલ તો નથી આપને,
કહી દો ઈબાદત નથી તો નથી,
જગા મારી દિલમાં કરી ના શકો,
કહી દો ઇજાજત નથી તો નથી,
મળે કોઈ સહકાર અન્ય હાથનો,
કહી દો કે જરૂરત નથી તો નથી,
હિંમતસિંહ ઝાલા