મહોબ્બતને સમજનારા ન મળશે,
અમારી જેમ દિલવાળા ન મળશે.
વિચારો વૃક્ષના , કરવત થયા તો,
હજારો માથાને છાયા ન મળશે.
શરાબો ઈશ્કની જો ‘બૅન’ થઇ ગઇ,
વતનમાં કોઇ મયખાના ન મળશે.
રહસ્યો સાવ ખુલ્લા ના કરી દો,
છે આજે, કાલ દીવાના ન મળશે.
બધી કેડી હવે કપડાં બદલશે,
સંબંધોના ત્યાં પગપાળા ન મળશે.
ખુદાએ યાદ જો ધીમેથી કર્યા,
ગઝલની રાતમાં તારા ન મળશે.
અગર ‘સિદ્દીક’ લોકડાઉન રહ્યું’તો,
પછી કક્કાના ભણનારા ન મળશે.