માંગી હતી મેં પણ દુઆ એ ના ફળી,
ચાહી હતી જે જિંદગી એ ના મળી,
તારા વિચારો તો રહે દિલમાં સદા,
પાંપણ તને જોયા વિના તો ના ઢળી,
હું ચાહતો કે બસ તને રોકી લઉં,
હું રાહમાં ઉભો છતાં તું ના વળી,
દિલમાં પ્રણય લઈને હું આવ્યો તો હતો,
નાખી હતી મેં જે નજર એ ના કળી,
છે કેટલી ચાહત તણી તૃષ્ણા જુઓ?
એ આગની ભીષણ ચિતામાં ના બળી,
હિંમતસિંહ ઝાલા