માનશો એવું નહીં કે લાગણી દિલમાં નથી,
માનશો એવું નહીં કે માપણી દિલમાં નથી.
મે નથી જોયા કદી તોપણ મૂર્તિ કોરી શકું,
માનશો એવું નહીં કે ટાંચણી દિલમાં નથી,
જાણું છું હું છે પ્રણયના આ ફુગ્ગામાં હવા,
માનશો એવું નહીં કે ટાંકણી દિલમાં નથી,
ખોયું પાયું કેટલું એનો ખ્યાલ રાખ્યો છે બધો,
માનશો એવું નહીં કે સારણી દિલમાં નથી,
મે મહોબત વાવી છે દિલથી જગતમાં તો હવે
માનશો એવું નહીં કે કાપણી દિલમાં નથી
હિંમતસિંહ ઝાલા