મારાં બધાં જ ક્યાં મારાં હોય છે
સારાં બધાં જ ક્યાં સારાં હોય છે
દુશ્મનો ક્યાં જાણે જ છે નાભિનું રહસ્ય
ચક્રવ્યૂહે તો સ્વજનિયાં તાળાં હોય છે
વાત સ્વાર્થની આવે ને સૌ થાય છે એક
ગરજમાં તો વારા પછી વારા હોય છે
કર્તવ્યપથ જ દુષ્કર છે સાવ એવું નથી
સૌ માર્ગમાં ભ્રષ્ટાચારનાં ખાડા હોય છે
સત્ય તો સર્જાણું જ છે એકલું પડી જવાં
અસત્યની સાથે સમાજનાં ધાડા હોય છે
-મિત્તલ ખેતાણી