સૂર્યનો પ્રકાશ છે ને પુષ્પની સુવાસ છે તું
દેવનો આભાસ છે ને કાવ્યની મીઠાશ છે તું
શબ્દમાં હું શુ કહું
મારા પ્રાસનો ય શ્વાસ છે તું
શૂન્ય જેવો શાંત છે ને પૂર્ણિમાનો કાન્ત છે તું
સ્નેહનો પ્રશાન્ત છે ને ભોર નું એકાંત છે તું
શબ્દમાં હું શુ કહું
મારી વાતનો વૃતાંત છે તું
સ્વપ્નનો સ્વીકાર છે ને પૂર્ણનો પ્રકાર છે તું
અનયનો અવતાર છે નીત નવો આકાર છે તું
શબ્દમાં હું શુ કહું
મારી કલ્પનાનો સાર છે તું
કાવ્યનો આલાપ છે ને વાક્યનો નિપાત છે તું
સ્વર્ગની સોગાત છે ને કુળનો કલાપ છે તું
શબ્દમાં હું શુ કહું
કોઈ પુણ્યનો પ્રતાપ છે તું